અજ્ઞાની, તારા અંતરમાં દેખ વિચારી !
Agyani, tara antarma dekh vichari
દેવાનંદ
Devanand
દેવાનંદ
Devanand
અજ્ઞાની, તારા અંતરમાં દેખ વિચારી !
અંત સમે કોઈ કામ ન આવે, સગાં-કુટુંબ-સુત–નારી રે. અજ્ઞાની૦
જોબને ધનનું જોર જણવે, ફાટી આંખે ફરતો;
કાળ કરાળ કઠણ શિર વેરી, દિલમાં કેમ નથી ડરતો રે? અજ્ઞાની૦
માલ–ખજાના મંદિર મેલી, મૂઆ ભૂપ મદમાતા;
શ્વાન-શૂકરના દેહ ધરીને, ઘર ઘર ગોથાં ખાતા રે. અજ્ઞાની૦
આજ અમૂલખ અવસર આવ્યો, હરિ ભજવાનું ટાણું;
‘દેવાનંદ’ કહે દેહ મનુષ્યનો ન મળે ખરચે નાણું રે. અજ્ઞાની૦
સ્રોત
- પુસ્તક : પરિચિત પદસંગ્રહ (પૃષ્ઠ ક્રમાંક 156)
- પ્રકાશક : સસ્તુ સાહિત્યવર્ધક કાર્યાલય
- વર્ષ : 1946
