નાનીબાઈ
Nanibai
આસોપાલવને છાંયડે રે, મહાદેવ બેઠા ત૫ કરે,
રે તમે હરિ બોલો.
સોળ સજ્યા શણગાર ભીલી રાણી, પરછંદે પર્વત ડોલિયા, રે૦
કોણ તમારી જાત ભીલી રાણી, કયા કારણ તમે વન વસ્યાં ? રે૦
ભીલ અમારી જાત મહાદેવ, ધંધા કારણીએ વન વસ્યાં, રે૦
ભીલને મારું સામાં તીર ભીલી રાણી, તું કર શંભુની સેવા, રે૦
ગંગા પાર્વતી બે નાર મહાદેવ, ત્રીજી તે ભીલી રાણી શું કરો ? રે૦
ગંગા ઉતારું પેલે પાર ભીલી રાણી, પાર્વતીને મહીઅર વળાવીશું, રે૦
પછી પધારો મંદિર ભીલી રાણી, પટરાણી તમને ઠરાવીશું, રે૦
આંગણે ઊગ્યો ઝાઝો ડાભ મહાદેવ, સુગરીએ માળો ઘાલિયો, રે૦
અંગે ઝાઝી ભભૂત મહાદેવ, હાથે બીલીપત્ર પાવડી, રે૦
કહો તો ચણાવું મંદિર માળ ભીલી રાણી, માળ ઉપર ગોખ જાળીયાં, રે૦
અમારાં ભીલાંમાં એવી રીતે મહાદેવ, નર નાચે નારીને રીજવે, રે૦
મહાદેવજી થેઈ થેઈ નાચિયા રે, પાર્વતીએ રૂ૫ પ્રકાશીયાં, રે૦
મહાદેવજી મનમાં લાજિયા રે, લાજીને નીચાં નિહાળીયાં, રે૦
સ્રોત
- પુસ્તક : નવીન કાવ્યદોહન (પૃષ્ઠ ક્રમાંક 182)
- સંપાદક : હરિલાલ હ. મુનશી
