દર્શન દેજો આપ, દયાનિધિ !

Darshan dejo aap dayanidhi

કાનપુરી કાનપુરી
દર્શન દેજો આપ, દયાનિધિ !
કાનપુરી

દર્શન દેજો આપ, દયાનિધિ ! દર્શન દેજો.

જેવો તેવો તોય તમારો, લાગી લગન મન છાપ. દયા૦

પાપ અમાપ અમારાં તોપણ, સુણીને પશ્ચાત્તાપ. દયા૦

બહુ દિન આપ વિયોગે કાઢ્યા, વેઠ્યો અતિ સંતાપ. દયા૦

માતપિતા ને સખા સ્વામી છો, ‘કહાન’ આપ ને આપ. દયા૦

સ્રોત

  • પુસ્તક : શ્રી ભજનસાગર: ભાગ ૧-૨ (પૃષ્ઠ ક્રમાંક 55)
  • પ્રકાશક : સસ્તુ સાહિત્યવર્ધક કાર્યાલય
  • વર્ષ : 1963