કર પ્રભુ સંગાથે દૃઢ પ્રીતડી

Devanand

દેવાનંદ દેવાનંદ
કર પ્રભુ સંગાથે દૃઢ પ્રીતડી
દેવાનંદ

કર પ્રભુ સંગાથે દૃઢ પ્રીતડી રે, મરી જાવું મેલી ધન-માલ;

અંતકાળે સગું નહિ. કોઈનું રે.

સંસ્કારે સંબંધી સરવે મળ્યાં રે, છે જૂઠી માયા કેરી જાળ. અંત૦

મારું મારું કરીને ધન મેળવ્યું રે, તેમાં તારું નથી તલભાર. અંત૦

સુખ સપના જેવું છે સંસારનું રે, તેને જાતાં લાગે વાર. અંત૦

માટે સેવજે તું સાચા સંતને રે, તારા ટળશે ત્રિવિધના તાપ. અંત૦

અતિ મોટા પુરુષના આશરે રે, બળે પૂર્વ જનમનાં પાપ. અંત૦

એવું સમજીને ભજ ભગવાનને રે, સુખકારી સદા ધનશ્યામ. અંત૦

‘દેવાનંદ’નો વ્હાલો દુ:ખ કાપશે રે, મનવાંછિત પૂરણ કામ. અંત૦

સ્રોત

  • પુસ્તક : મધ્યકાલીન પદ સંચય (પૃષ્ઠ ક્રમાંક 117)
  • સંપાદક : ચિમનલાલ ત્રિવેદી, રમણ સોની
  • પ્રકાશક : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય
  • વર્ષ : 1998