નહિ દઉં તમને રે હો જાવા

Nahi daun tamne re ho java

બિહારીદાસ બિહારીદાસ
નહિ દઉં તમને રે હો જાવા
બિહારીદાસ

રહો મારી મીટલડીમાં માવા !

નહિ દઉં તમને રે હો જાવા.

પ્રીત લગાડી શાને પહેલી?

હવે ક્યાં જાઓ છો રે હો મેલી? રહો૦

અમને ભોજનિયાં નહિ ભાવે,

નયને નિંદ્રા રે હો ના’વે. રહો૦

સુખડાં શામળિયાનાં સાલે,

વ્યાકુળ કીધાં રે હો વહાલે. રહો૦

પલક મેલું મારા પ્રિયતમ તમને,

વહાલા લાગો રે હો અમને. રહો૦

વીસરી વાત હરિને વ્રજની,

સનમુખ રમતા રે હો રજની. રહો૦

રાસ–મંડળમાં ભેળાં રમતાં,

એણી પરે હરિને રે હો ગમતાં. રહો૦

સુંદર વર અવિનાશી પામી,

દાસ ‘વિહારી’ના રે હો સ્વામી ! રહો૦

સ્રોત

  • પુસ્તક : કચ્છના સંતો (પૃષ્ઠ ક્રમાંક 100)