રામ હી રામ સંભારો
Ram hi ram sambharo
નૂરુદ્દીન
Nuruddin
નૂરુદ્દીન
Nuruddin
રામ હી રામ સંભારો, મનવા, રામ હી રામ સંભારો...
કિરીટ, મુકુટ, મકરાકૃત સોહે, ગૌરે છબિ હિય ધારો,
ચરણ પરસ્તે અહલ્યા તારે, કબ હી યવન કો ઉબારો... રામ હી રામ૦
શબરી કે ઝૂઠે ફળ ખાયે, છોછ હૃદય હૃદય ન ધારો,
બિલખત સાંઈ ડરપે ઠાઢો, રાઘવ હૃદય બિચારો... રામ હી રામ૦
ગીધ, જટાયુ ઔર કિરાત તારે, નાવિક કુળ ઉબારો,
તારન તરન રામ સુખસાગર, રઘુપતિ ખેવનહારો... રામ હી રામ૦
બિભીશન કો લંકા દીની, અવિચલ રાજ પઠાયો,
‘નૂર ફકીર’ નૂરાની સુરતવો, રામ હૃદય દરશાયો... રામ હી રામ૦
સ્રોત
- પુસ્તક : વંદનીય મુસ્લિમ સંત-કવિઓ (પૃષ્ઠ ક્રમાંક 93)
- સંપાદક : નૌતમભાઈ કે. દવે
- પ્રકાશક : શ્રી નારસિંહ પઢિયાર ચેરિટેબલ ટ્રસ્ટ
- વર્ષ : 2008
