શું રે થયું છે વ્રજનારને
Shu re thayu che vrjnarne
નરભેરામ
Narbheram
નરભેરામ
Narbheram
ઓધા, શું રે થયું છે વ્રજનારને રે?
મહી સાટે વેચે છે મેરારને રે ! ઓધા૦
ગોપી પ્રેમે મંદિરમાંથી નીસર્યા રે;
એના શરીરની શુદ્ધ-બુદ્ધ વીસર્યા રે. ઓધા૦
એવી આતુરતા લાગી એને અંગમાં રે;
મારો વાં'લો બિરાજે એના સંગમાં રે. ઓધા૦
કંઈક કામણ થયું છે એને વાટમાં રે;
બહુનામી બિરાજે એના માટમાં રે. ઓધા૦
‘નરભેરામ’ના સ્વામીની એ રીત છે રે;
મારે પૂર્વ જન્મની પ્રીત છે રે. ઓધા૦
સ્રોત
- પુસ્તક : પરિચિત પદસંગ્રહ (પૃષ્ઠ ક્રમાંક 176)
- પ્રકાશક : સસ્તુ સાહિત્યવર્ધક કાર્યાલય
- વર્ષ : 1946
