તારા મનમાં જાણે છે મરવું નથી રે
Tara manma jane che marvu nthi re
દેવાનંદ
Devanand
દેવાનંદ
Devanand
તારા મનમાં જાણે છે મરવું નથી રે,
એે નિશ્ચય કર્યો નિરધાર; તેમાં ભૂલી ગયો ભગવાનને રે.
ધન, દોલત, નારી ને ઘણા દીકરા રે, ખેતીવાડી, ઘોડી ને ઘરબાર ! તેમાં ૦
મેડી-મંદિર, ઝરૂખા ને માળિયાં રે, સુખદાયક સોનેરી સેજ ! તેમાં૦
ગાદી, તકિયા, ને ગાલમસૂરિયાં રે, અતિ આડ કરે છે એ જ ! તેમાં૦
નીચી ખાંધ કરીને નમતો નથી રે, એવું સાધુ સંગાથે અભિમાન ! તેમાં૦
મરમાળી મેહનજીની મૂરતિ રે, તેની સાથે ન લાગેલ તાન ! તેમાં૦
પા૫ અનેક જન્મનાં આવી મળ્યાં રે, તારી મતિ મલિન થઈ મંદ ! તેમાં૦
‘દેવાનંદ’ના વા'લાને વીસરી ગયો રે, ત્યારે ગળે પડ્યો જમફંદ ! તેમાં૦
સ્રોત
- પુસ્તક : પરિચિત પદસંગ્રહ (પૃષ્ઠ ક્રમાંક 157)
- પ્રકાશક : સસ્તુ સાહિત્યવર્ધક કાર્યાલય
- વર્ષ : 1946
