અલપ ઝલપ અલબેલાં પાન

ભાઈ અમારા ભીને વાન.

રોજ લપેડા આંજે મેશ

તોય નહીં દેખાતી લેશ.

રંગ રંગના વાઘા ધરે

ફૂલ્યા ફૂલ્યા મનમાં ફરે.

ભણવામાં છે નંબર એક

જમણે નહિ : ડાબેથી છેક.

ગાય એવડાં મીઠાં ગીત

સાંભળનારાં પળમાં ચિત.

ધરે કામમાં એવી ખંત

કદી આવે એનો અંત.

અલપ ઝલપ અલબેલાં પાન

ભાઈ અમારા ભીને વાન.

સ્રોત

  • પુસ્તક : મઘમઘાટ (પૃષ્ઠ ક્રમાંક 36)
  • સંપાદક : કનૈયાલાલ જોશી, કાન્તિ કડિયા
  • પ્રકાશક : હાર્દિક પ્રકાશન
  • વર્ષ : 1982