રામરાજ્યાભિષેકનાં ધોળ ૧૦મું

Ramrahyabhisehkna dhol 10 mu

દિવાળીબાઈ દિવાળીબાઈ
રામરાજ્યાભિષેકનાં ધોળ ૧૦મું
દિવાળીબાઈ

વા'લી કાલની શી આજ વાત,

હજુ આડી છે એક રાત રે; મારી મીઠી રાણી.

સવારે ધારું જે હું વાગો,

ત્યારે તારાથી જઉં નહિ આઘો રે; મારી મીઠી રાણી.

તમો કહેશો તેવો અમો ધારું,

પણ પ્રભુને ગમે શું સારું રે; મારી મીઠી રાણી.

ત્યારે જંપ્યાં જાનકી માતા,

દીવાળી આનંદના આતા રે; મારી મીઠી રાણી.

સ્રોત

  • પુસ્તક : પ્રાચીન કાવ્યમાળા ગ્રંથ ૬
  • સંપાદક : હરગોવિંદ દ્વારકાદાસ કાંટાવાળા અને નાથાશંકર પૂજાશંકર શાસ્ત્રી
  • પ્રકાશક : હરગોવિંદ દ્વારકાદાસ કાંટાવાળા
  • વર્ષ : 1890