રામરાજ્યાભિષેકનાં ધોળ ૧૩મું
Ramrajyabhisehkna dhol 13 mu
દિવાળીબાઈ
Divalibai
દિવાળીબાઈ
Divalibai
હરિજન ઊંઘમાંથી જાગ્યા ઝબકી,
સ્વપ્નાં જોઈને મુઆ હબકી રે; બાઈ દિન ન ઊગે.
કાલે રામજી બેસશે રાજ્યે,
આજ સ્વપ્નાં આવાં કેમ પામું રે; બાઈ દિન ન ઊગે.
થાજો ખોટું વેરીડાને ઘેરે,
મળજો રાઘવને સુખ પેરે રે; બાઈ દિન ન ઊગે.
એમ રામભક્ત કરતા વાતો,
દીવાળી દુઃખડાં ધરતા જાત્યો રે; બાઈ દિન ન ઊગે.
સ્રોત
- પુસ્તક : પ્રાચીન કાવ્યમાળા ગ્રંથ ૬
- સંપાદક : હરગોવિંદ દ્વારકાદાસ કાંટાવાળા અને નાથાશંકર પૂજાશંકર શાસ્ત્રી
- પ્રકાશક : હરગોવિંદ દ્વારકાદાસ કાંટાવાળા
- વર્ષ : 1890
