રામરાજ્યાભિષેકનાં ધોળ ૧૭મું

Ramrajyabhisehkna dhol 17 mu

દિવાળીબાઈ દિવાળીબાઈ
રામરાજ્યાભિષેકનાં ધોળ ૧૭મું
દિવાળીબાઈ

હું તો સૂરજને કહું આજે,

મારા રામજીને નવ જગાડે રે; બાઈ દિન ઊગે.

મુઓ દેવતા મોટો દુઃખી,

અમને થાવા દેશે નહિ સુખી રે, બાઈ દિન ઊગે.

એમને રાવણનાં છે દુઃખો,

મારું પીટ્યાને જઈ મૂકો રે; બાઈ દિન ઊગે.

જોને ભોર કરે છે ભાનુ,

દીવાળી એને સુખડું લાગ્યું શાનું રે? બાઈ દિન ઊગે.

સ્રોત

  • પુસ્તક : પ્રાચીન કાવ્યમાળા ગ્રંથ ૬
  • સંપાદક : હરગોવિંદ દ્વારકાદાસ કાંટાવાળા અને નાથાશંકર પૂજાશંકર શાસ્ત્રી
  • પ્રકાશક : હરગોવિંદ દ્વારકાદાસ કાંટાવાળા
  • વર્ષ : 1890