રામરાજ્યાભિષેકનાં ધોળ ૧૯મું
Ramrajyabhisehkna dhol 19 mu
દિવાળીબાઈ
Divalibai
દિવાળીબાઈ
Divalibai
ગાયાં રામરાજ સમેનાં ધોળ,
મારું કરશો ના કોઇ ટોળ રે; હૃદે રામજી મોટા.
અરે કરજો ટોળ ને હાંસી,
મારું ભજન જશે કંઈ નાસી રે? હૃદે રામજી મોટા.
અમે તો રામ રામ એ ગઈએ,
સુખી રાત ને દહાડો થઈએ રે; હૃદે રામજી મોટા.
પે'લાં ડભોઈમાં અમો રે'તાં,
દીવાળી ગોલવે જઈ વસિયાં રે; હૃદે રામજી મોટા.
સ્રોત
- પુસ્તક : પ્રાચીન કાવ્યમાળા ગ્રંથ ૬
- સંપાદક : હરગોવિંદ દ્વારકાદાસ કાંટાવાળા અને નાથાશંકર પૂજાશંકર શાસ્ત્રી
- પ્રકાશક : હરગોવિંદ દ્વારકાદાસ કાંટાવાળા
- વર્ષ : 1890
