રામરાજ્યાભિષેકનાં ધોળ ૮મું

Ramrajyabhisehkna dhol 8 mu

દિવાળીબાઈ દિવાળીબાઈ
રામરાજ્યાભિષેકનાં ધોળ ૮મું
દિવાળીબાઈ

ક્યમ ગમતું નથી મારા નાથજી,

ગયા પુત્ર આવશે કાલે સાથ રે; તમે સુણો રાય.

બહુ પ્રીત બાંધી તમે નાથજી,

રાખો હૈડું સ્વામી તમે હાથ રે; તમે સુણો રાય.

રામ લક્ષ્મણ બંધે છે તમ કને,

પછે ચિંતા કશી મન માંય રે; તમે સુણો રાય.

કાલે મારો ભરતજી આવશે,

દીવાળી કરે તમ કને લાડ રે; તમે સુણો રાય.

સ્રોત

  • પુસ્તક : પ્રાચીન કાવ્યમાળા ગ્રંથ ૬
  • સંપાદક : હરગોવિંદ દ્વારકાદાસ કાંટાવાળા અને નાથાશંકર પૂજાશંકર શાસ્ત્રી
  • પ્રકાશક : હરગોવિંદ દ્વારકાદાસ કાંટાવાળા
  • વર્ષ : 1890