રામરાજ્યાભિષેકનાં ધોળ ૧૮મું

Ramrajyabhisehkna dhol

દિવાળીબાઈ દિવાળીબાઈ
રામરાજ્યાભિષેકનાં ધોળ ૧૮મું
દિવાળીબાઈ

હવે મૂકું ચાંદા સૂરજની વાતો,

ગુણલા ગાઉં રામના જાત્યો રે; હૃદે રામજી મોટા.

ગાયો રામ જનમ મેં પે'લો,

મારો ભજનનો રંગ રેલ્યો રે; હૃદે રામજી મોટા.

ગાઈ બાળલીલા મેં ધે'લી,

મારી બુદ્ધડી તો છે ઘે'લી રે; હૃદે રામજી મોટા.

ગાયો વિ’વા રામજી કેરો,

દીવાળીનો મટિયો ફેરો રે; હૃદે રામજી મોટા.

સ્રોત

  • પુસ્તક : પ્રાચીન કાવ્યમાળા ગ્રંથ ૬
  • સંપાદક : હરગોવિંદ દ્વારકાદાસ કાંટાવાળા અને નાથાશંકર પૂજાશંકર શાસ્ત્રી
  • પ્રકાશક : હરગોવિંદ દ્વારકાદાસ કાંટાવાળા
  • વર્ષ : 1890