રામરાજ્યાભિષેકનાં ધોળ ૧લું

Ramrajyabhishekna dhol 1 lu

દિવાળીબાઈ દિવાળીબાઈ
રામરાજ્યાભિષેકનાં ધોળ ૧લું
દિવાળીબાઈ

આજ દીવાળીબાઈ કહે શિર નામી,

શરણે રાખજો અંતરજામી રે; હું તો સરવે પામી.

રામના ગુણલા તે કેમ ગવાય,

દિવાળી હારી હારી સહુ જાય રે; હું તો સરવે પામી.

ગાયા ગુણલા જનમ કેરાં સાર,

બાળલીલા કેરો નહિ પાર રે; હું તો સરવે પામી.

વે’વા ગાયો રામજી કેરો,

મટીઓ ભવોભવનો ફેરો રે; હું તો સરવે પામી.

હવે હું ગાઉં બેઠા રાજ,

મોટા રામજી જે મહારાજ રે, હું તો સરવે પામી.

છે દીવાળીબાઈ વિધવા બાપડી,

આપી ગુરુએ વિદ્યા કાપડી રે; હું તો સરવે પામી.

સ્રોત

  • પુસ્તક : પ્રાચીન કાવ્યમાળા ગ્રંથ ૬
  • સંપાદક : હરગોવિંદ દ્વારકાદાસ કાંટાવાળા અને નાથાશંકર પૂજાશંકર શાસ્ત્રી
  • પ્રકાશક : હરગોવિંદ દ્વારકાદાસ કાંટાવાળા
  • વર્ષ : 1890