રામરાજ્યાભિષેકનાં ધોળ ૧૧મું
Ramrajyabhishekna dhol 11mu
દિવાળીબાઈ
Divalibai
દિવાળીબાઈ
Divalibai
હવે લોક કરે છે વિચારા,
જાગ્યા આખી રાત કો સારા રે; કાલે આપવું શું.
કોઈ ભેટ્યો જઈને તપાસે,
કોઈને ઊંઘમાં ભેટ ભાસે રે; કાલે આપવું શું.
એમ આનંદ ઓછવ થાયે,
કોઈ કીરતન હરિનાં ગાયે રે; કાલે આપવું શું.
કોઈ બેસવાની બેઠક ખોળે,
દીવાળીબાઈ છે રામને ખોળે રે; કાલે આપવું શું.
સ્રોત
- પુસ્તક : પ્રાચીન કાવ્યમાળા ગ્રંથ ૬
- સંપાદક : હરગોવિંદ દ્વારકાદાસ કાંટાવાળા અને નાથાશંકર પૂજાશંકર શાસ્ત્રી
- પ્રકાશક : હરગોવિંદ દ્વારકાદાસ કાંટાવાળા
- વર્ષ : 1890
