રામરાજ્યાભિષેકનાં ધોળ ૧૨મું

Ramrajyabhishekna dhol 12 mu

દિવાળીબાઈ દિવાળીબાઈ
રામરાજ્યાભિષેકનાં ધોળ ૧૨મું
દિવાળીબાઈ

માગણ રાત સારી નવ ઊંધે,

થઈશું રાજા કાલે સવારે રે; બાઈ દિન ઊગે.

કોઈ તો ઉજાગરે આંખો ચોળે,

કોઈ તો ધરણીમાં સૂઈ જાય રે; બાઈ દિન ઊગે.

કોઈ કીરતન રામનાં ગાયે,

કોઈ ઊંઘમાં સુખી થાયે રે; બાઈ દિન ઊગે.

કોઈ સ્વપ્ના પામે છે સારાં,

બાઈ દીવાળી પામ્યાં નઠારાં રે; બાઈ દિન ઊગે.

સ્રોત

  • પુસ્તક : પ્રાચીન કાવ્યમાળા ગ્રંથ ૬
  • સંપાદક : હરગોવિંદ દ્વારકાદાસ કાંટાવાળા અને નાથાશંકર પૂજાશંકર શાસ્ત્રી
  • પ્રકાશક : હરગોવિંદ દ્વારકાદાસ કાંટાવાળા
  • વર્ષ : 1890