રામરાજ્યાભિષેકનાં ધોળ૧૬મું

Ramrajyabhishekna dhol 16 mu

દિવાળીબાઈ દિવાળીબાઈ
રામરાજ્યાભિષેકનાં ધોળ૧૬મું
દિવાળીબાઈ

હું તો ચાંદાને કહું ધીમો ચાલે,

છે દેવ ક્યમ સામું ભાળે રે; બાઈ દિન ઊગે.

તોય ચાંદાને દેઉં દવાઈ,

તારા ગુણલા નહિ ગાઉં ભાઈ રે; બાઈ દિન ઊગે.

ચાંદા દેવ તારા સુખ માટે,

અમને દુ:ખી કરે શે સાટે રે; બાઈ દિન ઊગે.

મુઓ ચાંદો મારું ના માને,

દીવાળી દુઃખી કર્યો ભગવાને રે; બાઈ દિન ઊગે.

સ્રોત

  • પુસ્તક : પ્રાચીન કાવ્યમાળા ગ્રંથ ૬
  • સંપાદક : હરગોવિંદ દ્વારકાદાસ કાંટાવાળા અને નાથાશંકર પૂજાશંકર શાસ્ત્રી
  • પ્રકાશક : હરગોવિંદ દ્વારકાદાસ કાંટાવાળા
  • વર્ષ : 1890