રામરાજ્યાભિષેકનાં ધોળ ૨જું
Ramrajyabhishekna dhol 2 ju
દિવાળીબાઈ
Divalibai
દિવાળીબાઈ
Divalibai
આવ્યા પરણીને રામજી રૂપાળા,
જાનકી સાથે મળ્યા હાથેવાળા રે, હું તો આનંદ પામી.
હરેફરે નગરમાં સુંદર શામ,
થયું દીવાળીબાઈનું કામ રે; હું તો આનંદ પામી.
ઘેર ઘેર આનંદ ઓછાવ થાય,
તે વરણે શું બાયડી સાર રે, હું તો આનંદ પામી.
નિત્ય આનંદના ઘન ઊઠે,
દિવાળી રામજી ફરતા બજાર રે; હું તો આનંદ પામી.
સ્રોત
- પુસ્તક : પ્રાચીન કાવ્યમાળા ગ્રંથ ૬
- સંપાદક : હરગોવિંદ દ્વારકાદાસ કાંટાવાળા અને નાથાશંકર પૂજાશંકર શાસ્ત્રી
- પ્રકાશક : હરગોવિંદ દ્વારકાદાસ કાંટાવાળા
- વર્ષ : 1890
