રામરાજ્યાભિષેકનાં ધોળ ૩જું

Ramrajyabhishekna dhol 3 ju

દિવાળીબાઈ દિવાળીબાઈ
રામરાજ્યાભિષેકનાં ધોળ ૩જું
દિવાળીબાઈ

રાજા રામ મોટા ગુણવાન,

તેવા લક્ષ્મણજી ભગવાન રે, હું તો આનંદ પામી.

ભરતજીનાં છે મોટાં ભાગ્ય,

શત્રુશૂદન છે મહારાજ રે; હું તો આનંદ પામી.

ધન્ય ધન્ય સીતા મારી માત,

તેવી ત્રણે બેન્યોની વાત રે; હું તો આનંદ પામી.

બાઈ થયો જોવા જેવો સંસાર,

દિવાળી આનંદી અપાર રે; હું તો આનંદ પામી.

સ્રોત

  • પુસ્તક : પ્રાચીન કાવ્યમાળા ગ્રંથ ૬
  • સંપાદક : હરગોવિંદ દ્વારકાદાસ કાંટાવાળા અને નાથાશંકર પૂજાશંકર શાસ્ત્રી
  • પ્રકાશક : હરગોવિંદ દ્વારકાદાસ કાંટાવાળા