રામરાજ્યાભિષેકનાં ધોળ ૫મું

Ramrajyabhishekna dhol 5 mu

દિવાળીબાઈ દિવાળીબાઈ
રામરાજ્યાભિષેકનાં ધોળ ૫મું
દિવાળીબાઈ

એમ થાય આનંદ ઘેર ઘેર,

તેની વરણવું હું શી પેર રે; તો આનંદ જુદો.

થાયે માતા મોટાં મોટાં રામ,

થાયે લોકડાં કેરાં કામ રે; તો આનંદ જુદો.

ભજે લોક તે સીતા’રામ,

તેનું થાય છે ધાર્યું કામ રે; તો આનંદ જુદો.

એમ લીલા કરતા મારો નાથ,

દીવાળીનો હરખે સહુ સાથ રે; તો આનંદ જુદો.

સ્રોત

  • પુસ્તક : પ્રાચીન કાવ્યમાળા ગ્રંથ ૬
  • સંપાદક : હરગોવિંદ દ્વારકાદાસ કાંટાવાળા અને નાથાશંકર પૂજાશંકર શાસ્ત્રી
  • પ્રકાશક : હરગોવિંદ દ્વારકાદાસ કાંટાવાળા
  • વર્ષ : 1890