રામરાજ્યાભિષેકનાં ધોળ ૬મું

Ramrajyabhishekna dhol 6 mu

દિવાળીબાઈ દિવાળીબાઈ
રામરાજ્યાભિષેકનાં ધોળ ૬મું
દિવાળીબાઈ

જાણે રામને રાજા તો હું કરું,

બેસાડું જીવતાં રાજ્યાસન રે; તમે સુણો સહુ રે.

ત્યારે નારી કે' કયમ થાય નાથજી,

રાય જીવતાં રાજ્યાસન રે; તમે સુણો સહુ.

રાય કે' એવું થાય છે ને થશે,

ત્યારે રાણી કે' જેવી રાયની મત રે; તમે સુણો સહુ.

એમ કહીને ગયા તે કેકૈની કને,

દીવાળી કે' રાજા અટવાય છે મને રે; તમે સુણો સહુ.

સ્રોત

  • પુસ્તક : પ્રાચીન કાવ્યમાળા ગ્રંથ ૬
  • સંપાદક : હરગોવિંદ દ્વારકાદાસ કાંટાવાળા અને નાથાશંકર પૂજાશંકર શાસ્ત્રી
  • પ્રકાશક : હરગોવિંદ દ્વારકાદાસ કાંટાવાળા
  • વર્ષ : 1890