રામરાજ્યાભિષેકનાં ધોળ ૭મું
Ramrajyabhishekna dhol 7 mu
દિવાળીબાઈ
Divalibai
દિવાળીબાઈ
Divalibai
કેકૈ પાસે જઈ રાજા બોલિયા,
રાણી આજ ચેન ન પડે અમ કાયા રે; તમે સુણો નાર.
જીવ અમૂઝાય ને અટવાય છે,
કાંઈ દુઃખડાં મનમાં અતિ થાય રે; તમે સુણો નાર.
ગમતું નથી ઘર અને આંગણે,
તેનું કરવું ક્યમે મારે નાર રે; તમે સુણો નાર.
ત્યારે કેકૈ રાજા-શું બોલિયાં,
દીવાળી સાંભળોને દશરથ રાય રે; તમે સુણો નાર.
સ્રોત
- પુસ્તક : પ્રાચીન કાવ્યમાળા ગ્રંથ ૬
- સંપાદક : હરગોવિંદ દ્વારકાદાસ કાંટાવાળા અને નાથાશંકર પૂજાશંકર શાસ્ત્રી
- પ્રકાશક : હરગોવિંદ દ્વારકાદાસ કાંટાવાળા
- વર્ષ : 1890
