રામરાજ્યાભિષેકનાં ધોળ ૪થું

Ramrajyabhishekna dhol thu

દિવાળીબાઈ દિવાળીબાઈ
રામરાજ્યાભિષેકનાં ધોળ ૪થું
દિવાળીબાઈ

લોક જમવાને તેડે છે રાય,

વરઘોડિયે રઘુવર જાય રે, તો સુખડાં મોટાં.

સગા લોક જમાડે છે રામ,

થાય લોકોનું સહુ કામ રે; તો સુખડાં મોટાં.

જમવા જાયે છે સાથે માત,

તો આનંદની મોટી વાત રે; તો સુખડાં મોટાં.

એમ વારાફરતી જમે છે નાથ,

હરખે દિવાળી તો સહુ સાથ રે; તો સુખડાં મોટાં.

સ્રોત

  • પુસ્તક : પ્રાચીન કાવ્યમાળા ગ્રંથ ૬
  • સંપાદક : હરગોવિંદ દ્વારકાદાસ કાંટાવાળા અને નાથાશંકર પૂજાશંકર શાસ્ત્રી
  • પ્રકાશક : હરગોવિંદ દ્વારકાદાસ કાંટાવાળા
  • વર્ષ : 1890