ધાર્યું નિશાન રમકડાંનું

Dharyu Nishan Ramakada nu

એરીક ફ્રીડ એરીક ફ્રીડ
ધાર્યું નિશાન રમકડાંનું
એરીક ફ્રીડ

ફેંકવા, રમકડાં

બૉમ્બને બદલે,

ભૂલકાઓનાં ઉત્સવ પ્રસંગે,

એ

'માર્કેટ રીસર્ચ્સ' અનુસાર

નિઃશંકપણે એક છાપ પાડશે.

ખરે જ.

સમગ્ર વિશ્વ પર

એક અદ્ભુત છાપ પડી ગઈ.

* * *

જો વિમાનમાંથી

એક પખવાડિયાં અગાઉ

રમકડાં ફેંક્યાં હોત

અને

આજે બૉમ્બ!

ભલું થાત તમારી ભલમનસાઈનું

કે

એ બે અઠવાડિયા દરમ્યાન

મારાં બે બાળકોને

રમવા–ખેલવા

કંઈક તો મળ્યું હોત.

(અનુ. કેતન ગાંધી)

રસપ્રદ તથ્યો

વિયેટનામી 'બાળકોનાં ઉત્સવ'ના દિવસે, જે ગામડાંઓમાં તાજેતરમાં જ બાળકો બૉમ્બમારાથી મૃત્યુશરણ થયાં હતાં, એ ગામડાંઓમાંય અમેરિકી બૉમ્બર્સ, રમકડાંઓ વરસાવતાં હતાં.

સ્રોત

  • પુસ્તક : કવિતા - ઑક્ટોમ્બર, 1980 (પૃષ્ઠ ક્રમાંક 93)
  • સંપાદક : સુરેશ દલાલ
  • પ્રકાશક : જન્મભૂમિ પ્રકાશન, મુંબઈ