લ્યો! ફાડ્યું ગુલામીખત

lyo! phaDyun gulamikhat

ચંદ્રા શ્રીમાળી ચંદ્રા શ્રીમાળી
લ્યો! ફાડ્યું ગુલામીખત
ચંદ્રા શ્રીમાળી

આદર્શ-બાદર્શ તો,

ઠીક મારા ભૈ!

કો’ક દન તપેલી

ગરમેય થઈ જાય....

તોય બળ્યું,

વઉ હંગાથે તો

હારાવટ જ રાખવી

ઘૈડપણ સુધરીએ જાય....

શી ખબેર!

છોકરાં નઈ પાકે કપાતર?

હરખી રીતે ઠાઠડી ઉપાડે

તોય ઠીક મારા ભૈ!

બાકી,

અસ્તરીના આ અવતારમાં તો

જનમથી જ ગુલામી લખાયેલી સ લમણે...

દીકરી હોય, વઉ હોય ક ડોશી હોય

આખું આયખું વૈતરાં ડ કૂટવાનાં ભૈ?

-અમથી ડોશીએ અધવચાળે અટકીને

ધ્રૂજતો હાથ મેલ્યો લમણે, હળવે રહીને

ઊભાં થયાં લાકડીનાં ટેકે

‘ને ઉંબરે ઊભાં રહી બોલ્યાં,

હું તો આ ચાલી ભણવા રાતની નેંહાળમાં

લ્યો! ફાડ્યું ગુલામીખત