સાંભળ્યું છે, રાજનીતિ એક ક્લાસિક ફિલ્મ છે

હીરો : બહુમુખી પ્રતિભાનો માલિક જે રોજ પોતાનું નામ બદલે

હીરોઈન : હકૂમતની ખુરશી, રહે છે.

ઍક્સ્ટ્રા : રાજસભા અને લોકસભાના મેમ્બર

ફાઇનાન્સર : દહાડિયા અને ખેડૂતો

(ફાઇનાન્સ કરતા નથી, કરાવવામાં આવે છે)

સંસદ : ઇનડોર શૂટિંગનું સ્થાન

અખબાર : આઉટડોર શૂટિંગનું સાધન

ફિલ્મ મેં જોઈ નથી કેવળ સાંભળી છે

કારણ કે સેન્સરનું કહેવું છે 'નૉટ ફૉર ઍડલ્ટ.'

(અનુ. કલ્લોલિની હઝરત)

સ્રોત

  • પુસ્તક : અમૃતાવિશેષ (પૃષ્ઠ ક્રમાંક 8)
  • સંપાદક : સુરેશ દલાલ
  • પ્રકાશક : ઇમેજ પબ્લિકેશન્સ
  • વર્ષ : 1992