તરવરે છે આંખની સપાટી પર જીવ

બોલું બોલું થતો,

જગતને સ્પર્શવા મથતો.

જગના પદાર્થો અવાજો મનુષ્યો સુધીનાં અંતરો

પામી શકે ના, તરવરે કીકી સપાટી પર

આમતેમ.

ક્ષણમાં કેટલે ઊંડે પહોંચી જાય

સુગમ તો અરે એને,

શબ્દના અંચળા નીચે છુપાવું શક્ય ના જેને.

અતળ ઊંડાણ સુગમ એને જે

નવાણ જીવંત રહેશે વાણ જ્યારે ફૂટશે?

સ્રોત

  • પુસ્તક : સમગ્ર કવિતા (પૃષ્ઠ ક્રમાંક 661)
  • સર્જક : ઉમાશંકર જોશી
  • પ્રકાશક : ગંગોત્રી ટ્રસ્ટ, અમદાવાદ
  • વર્ષ : 1981
  • આવૃત્તિ : બીજી આવૃત્તિ