તું ગાંગરવેનો સે

tun gaangarveno se

બાબુ સંગાડા બાબુ સંગાડા
તું ગાંગરવેનો સે
બાબુ સંગાડા


બાબુ સંગાડા

ડુંગરાન્ એક મેર

રુંજ હિનોક

કસાટ થાઈ રીયો સે

ડુહાડુહ

ઠુકાય રીયું

ઠીકરી ઈપેરથી ખડાખડ

ગરી રીયું ઝાંકોળ જીવું

એકધારું

ડુંગરની એક બાજુ

રોજ કોઈક અવાજ

આવી રહ્યો

ડુહાડુહ

ને અથડાઈ રહ્યું

ટોચ પરથી ખડખડ પડી રહ્યું

ઝાકળ જેવું

એકધારું

આંખી ફાટી ભાળી રીયો

ઓદરાય રીજી સાપેરી

ઝાડી ઝાખરા

કૂંદાકૂદ ઊંડાઉડ કરતા જનાવરા

હૂં થાઈ રીયું તી હમજાતું કોયન

કાનડા દીન હાબળી રીયો

બેરો

ફાટી આંખે જોઈ રહ્યો

ખરી રહી શિલાઓ

ઝાડીઝાંખરાં

કૂદાકૂદ ઊડાઊડ કરતાં પશુપંખી

શું થઈ રહ્યું તે સમજાતું નથી

કાન દઈ સાંભળી રહ્યો

બહેરાશ ઓઢી

થુડો થુડો ઓદરાય રીયો

ડુંગરો

ઝાડ પડી રીયા રે

કૂતેડા બુરાઈ રીયા સે

પૂજાના થાનકો વિખરાઈ રીયા સે

બદુ કાલ રોળાઈ જાહે

તર તું કાથોક ખાઈમા બઠો

ગાંગરતો રીહી

ઉજોડ થાઈ જો

ભાળી મલક!!!

થોડો થોડો ખરી રહ્યો પહાડ

ઝાડ ઢહળી રહ્યાં

કોતર બુરાઈ રહ્યાં

પૂજાનાં સ્થાનકો

નેસ્તનાબૂત થઈ રહ્યાં છે

બધું કાલ ખોવાઈ જશે

ત્યારે તું ક્યાંક એકાંત બેઠો

રડતો રહીશ

વિરાન થઈ ગયો

જોઈ મલક!!!

સ્રોત

  • પુસ્તક : નવનીત સમર્પણ : જાન્યુઆરી ૨૦૨૫ (પૃષ્ઠ ક્રમાંક 18)
  • સંપાદક : દીપક દોશી
  • પ્રકાશક : ભારતીય વિદ્યા ભવન