અહીં તહીં મથવું રે

anhi tanhi mathvu re

નર્મદ નર્મદ
અહીં તહીં મથવું રે
નર્મદ

(પદ)

અહીં તહીં મથવું રે, મથતાં રંગ મચે જી.

ધૂંધવાતી ધીરજથી તનડું, બગડી જાયે વ્હેલું;

મથવામાં મન જાય તેથી કહું શોકને આઘે ઠેલું.

મથતાં મથતાં કોઈ સમે ૫ણ, જુદ્ધ મચે બહુ જબરું;

જેમાં ઘૂમતાં હરી ઇચ્છાએ, કર્મ કપાયે કપરું.

ધામધૂમ બહુ જુદ્ધતણી તે ગવાય ગામે ગામે;

ઉત્સુકતા ઉદ્યમ વાધેથી, શકુન આશ શુભ જામે.

સકળ જંન જ્યાં એક સંપમાં એક ઉદ્દેશી થાયે;

સાહિત ત્યાં મળી આવે સ્હેજે, થાય પ્રભુ પણ સાહે.

સ્વતંત્રતાનો માનતણો ને ધર્મતણો જોસ્સો એ;

ત્રંણથી મોટા ફેરફાર થઈ, રંગ ઘણેરા સોહે.

હાય નથી એમાંનો એકે, હવે શી કરવી આશા;

ત્રણે થાય પ્રદીપ્ત ત્યાં કેમ, પડે સવળા પાસા.

માટે કહે નર્મદ દેશીને, જોસ્સા ઊંચ વધારો;

મથો શોધવા પ્રસંગ જેથી, ફર્યો પેખશો દહાડો.

સ્રોત

  • પુસ્તક : કાવ્યપરિચય ભાગ 1 (પૃષ્ઠ ક્રમાંક 134)
  • સંપાદક : રામનારાયણ વિ. પાઠક, નગીનદાસ ના. પારેખ
  • પ્રકાશક : નવજીવન પ્રકાશન મંદિર, અમદાવાદ
  • વર્ષ : 1939
  • આવૃત્તિ : બીજી આવૃત્તિ, ત્રીજું પુનર્મુદ્રણ