બહુ અઘરું લાગે છે
bahu agharun laage chhe
અરવિંદ બારોટ
Arvind Barot
અરવિંદ બારોટ
Arvind Barot
હળવું - મળવું, ઢળવું ને
મનગમતું જીવવું - મરવું,
મરજીથી હરવું - ફરવું ને
ઠીક લાગે ત્યાં ઠરવું :
બહુ અઘરું લાગે છે...!
હવે બહુ અઘરું લાગે છે!
પોતાને પોતે જડવું ને
વળાંક દેખી વળવું,
એકબીજાને ગમવું, નમવું,
દૂધ સાકરનું ભળવું :
બહુ અઘરું લાગે છે...!
હવે બહુ અઘરું લાગે છે!
રમવું, જમવું, ભેળાં ભમવું,
મારગથી ના ચળવું,
ભીતર ભરવું, છાનું રડવું,
ઠેસે ના લડથડવું :
બહુ અઘરું લાગે છે…!
હવે બહુ અઘરું લાગે છે!
સ્રોત
- પુસ્તક : કવિ તરફથી મળેલી કૃતિ
