બુદ્ધિનું ચાંચલ્ય

buddhinu chanchalyaa

મણિલાલ નભુભાઈ દ્વિવેદી મણિલાલ નભુભાઈ દ્વિવેદી
બુદ્ધિનું ચાંચલ્ય
મણિલાલ નભુભાઈ દ્વિવેદી

ભૈરવી ધનાશ્રી, કાફી

ઠૂમરી

શા રસ પર ગુલતાન, દીવાની, શા રસ પર૦

સાર અસાર ન ભાન-દી૦ – શા રસ૦

પ્રકટ અનલ કરી સેવી ન જાણે,

બાળે કે બળે પ્રાણ-દી૦ – શા રસ૦

એક રસે ગૃહી એકબીજા પર,

દુઃખી થવા ધર ધ્યાન-દી૦ – શા રસ૦

એક મુખે ચિતમાં વસ્તું બીજં,

નજરે તૃતીય વખાણ-દી૦ – શા રસ૦

આ રસ તે રસ ઉભય ન ભાવે,

મરણ, હાંસી, વળી હાણ-દી૦ – શા રસ૦

એક પરમરસ—એ જ પરમસુખ,

અચલ ન દ્વૈત પ્રમાણ-દી૦ – શા રસ૦

વિકટ વિવેક વિદાર જડે રસ

શસ્ત્ર સબલ મન માન-દી૦ – શા રસ૦

શ્રદ્ધા સબલ અકલ ફલ આપે,

પ્રેમલયે લયધ્યાન-દી૦ – શા રસ૦

રસ પરમાસ્પદ રસ સુખ સાધન,

રસમણિ એક જ જાણ-દી૦ – શા રસ૦

સ્રોત

  • પુસ્તક : મણિલાલ દ્વિવેદી સંચય (પૃષ્ઠ ક્રમાંક 174)
  • સંપાદક : ધીરુભાઈ ઠાકર
  • પ્રકાશક : ગુજરાત સાહિત્ય અકાદમી
  • વર્ષ : 2002