એક સવારે

Ek Savare

સુન્દરમ્ સુન્દરમ્
એક સવારે
સુન્દરમ્

એક સવારે આવી

મુજને કોણ ગયું ઝબકાવી?

વસંતની ફૂલમાળા પ્હેરી,

કોકિલની લઈ બંસી,

પરાગની પાવડીએ આવી,

કોણ ગયું ઉર પેસી?

કિરણ તણી કોમળ અંગુલિએ

રમ્ય રચી રંગોળી,

સોનલ એના સ્નેહસુહાગે

કોણ રહ્યું ઝબકોળી?

સ્રોત

  • પુસ્તક : સુન્દરમ્-સુધા (પૃષ્ઠ ક્રમાંક 18)
  • સંપાદક : સુરેશ દલાલ
  • પ્રકાશક : ઇમેજ પબ્લિકેશન્સ પ્રા. લિ.- અમદાવાદ, મુંબઈ
  • વર્ષ : 2004