પછી આપી દો મનદુઃખને મ્હાત...

pachhi aapi do mandukhne mhaat

હરીશ શાહ હરીશ શાહ
પછી આપી દો મનદુઃખને મ્હાત...
હરીશ શાહ

પછી આપી દો મનદુઃખને મ્હાત...

આગંતુક અવસરની અટકળ વધાવીને લંબાવો સંગાથે હાથ...

ભારણના ભરડાને નાથો કે હાથ વ્હેંત સામે તો ઊભું છે સુખ

એનાં ઊંબર પછી કૂદો તો પામો છો દરિયાઓ સપનાનાં જૂજ,

પછી હાથ વ્હેંત સાગર છે સાત!

પછી આપી દો મનદુઃખને મ્હાત...

આકાશે ઉડવું છે પાંખો પ્રસારીને? જાણી લો નકશો ના આભે,

જોડી લો શમણાંને હમણાં બેઠાં છે ઇચ્છાની મંજિલના ધાબે.

પછી દોરાણી આંગણિયે ભાત!

પછી આપી દો મનદુઃખને મ્હાત...

સ્રોત

  • પુસ્તક : દૂરનાં દૃશ્યો (પૃષ્ઠ ક્રમાંક 62)
  • સર્જક : હરીશ શાહ
  • પ્રકાશક : સાયુજ્ય પ્રકાશન, વડોદરા
  • વર્ષ : 2025