ફાગણનું ફૂલ

phagannun phuul

રાજેન્દ્ર શાહ રાજેન્દ્ર શાહ
ફાગણનું ફૂલ
રાજેન્દ્ર શાહ

પેલા ફાગણના ફૂલનો ભરોસો કીજિયે,

એનું ભૂલમાંય નામ નહીં લીજિયે!

આડું જુએ, ને તોય તારા કપોલનો

ઊડે ત્યાં લાલ લાલ રંગ,

હોઠ તું બીડે, ને પેલી ખીલી તે પાંદડીની

છુટ્ટે તે બોલ વહે ગંધ;

ઘેલી એવા આભૂષણે રીઝિયે!

ઢાંકવા જે ચ્હાય તારા મનથી મથી મથી,

એની તે વાત એણે આમતેમ જો કથી;

મારી સીધી તે વાતથી ખીજિયે!

સ્રોત

  • પુસ્તક : કવિતા : ફેબ્રુઆરી - માર્ચ ૨૦૧૦ (પૃષ્ઠ ક્રમાંક 32)
  • સંપાદક : સુરેશ દલાલ
  • પ્રકાશક : જન્મભૂમિ પ્રકાશન, મુંબઈ