શામળાજી કરજો મારી સહાય

shaamlajii karjo maarii sahaay

છોટાલાલ રૂખદેવ શર્મા છોટાલાલ રૂખદેવ શર્મા
શામળાજી કરજો મારી સહાય
છોટાલાલ રૂખદેવ શર્મા

શામળાજી, કરજો મારી સહાય રે,

વ્હાલા ગરુડે ચઢીને વે'લા આવજો રે

શ્યામ સલૂણા સુભદ્રાના વીર રે

દીન બાળાની લાજ દયાળુ રાખજો રે...

છોગાળો છે વાત છેલી, નથી મારું કોઈ બેલી,

વા'લા તુજ ગુણની ઘેલી, દાસી દુઃખમાં ડૂબેલી,

દુઃખની દાદ ને ફરિયાદ અંતર લાવજો રે...

કૌરવ કર્મ ચંડાળ દુઃશાસન નિર્દય અરે,

જોતાં પાંચ ભર્તાર પાપી પટકૂળ તાણતો,

વા'રે આવો ને દયા દિલ લાવો ને…

નાથ છું અનાથ નારી, ભરોસો છે ભૂધર ભારી,

જેવી તેવી છું તમારી, વા'લા દેશો ના વિસારી

મને હળધરજીના વીર આવી ઉગારજો રે વ્હાલા...

સ્રોત

  • પુસ્તક : જૂની રંગભૂમિનાં લોકપ્રિય ગીતો (પૃષ્ઠ ક્રમાંક 387)
  • સંપાદક : જીના શેઠ
  • પ્રકાશક : ગૂર્જર સાહિત્ય ભવન
  • વર્ષ : 2025