ગોરમા! શરદ્ પૂનમની રાત,

સજનિયાં સાંભરે રે લોલ!

કે ઊગ્યો આભલિયામાં ચાંદ

કે ચન્દ્રમુખી સમો રે લોલ!

ગોરમા! એને નમણું નાક

કે નેણે અમી ઝરે રે લોલ!

કે પીવણહારો ગયો પરદેશ,

અમૃત એળે જતાં રે લોલ!

રામાએ રીસાવ્યો રાજ

કે રમતાં રાઢે ચડ્યાં રે લોલ!

સ્રોત

  • પુસ્તક : તંબૂરાનો તાર (પૃષ્ઠ ક્રમાંક 34)
  • સર્જક : મોરારજી મથુરાંદાસ કામદાર
  • પ્રકાશક : પોતે
  • વર્ષ : 1937