ઠેસ વાગી ને

thes vagi ne

વિનોદ જોશી વિનોદ જોશી
ઠેસ વાગી ને
વિનોદ જોશી

ઠેસ વાગી ને નખ્ખ નંદવાયો રે, સૈ!

પડ્યા આડા ઊંબર આડી ઓસરી,

છેક છાતીમાં તૈડ પડી સોંસરી;

જડ્યો પડછાયો સાવ ઓરમાયો રે, સૈ!

મેં તો ધબકારો લીંપીને આળખી,

મારાં ભોળાં પારેવડાંની પાલખી;

એક સોનેરી સૂર સંભળાયો રે, સૈ!

હતી સાકરની સાવ હું તો પૂતળી,

દોટ કાઢીને દરિયામાં ઊતરી;

મુંને મારો મુકામ ઓળખાયો રે, સૈ!

સ્રોત

  • પુસ્તક : ઝાલર વાગે જૂઠડી (પૃષ્ઠ ક્રમાંક 27)
  • સર્જક : વિનોદ જોશી
  • પ્રકાશક : પાર્શ્વ પબ્લિકેશન
  • વર્ષ : 2015
  • આવૃત્તિ : ચતુર્થ આવૃત્તિ