ચોતરફ અજવાળું ઊઠી ગયું છે

chotraph ajwalun uthi gayun chhe

અનિલ ચાવડા અનિલ ચાવડા
ચોતરફ અજવાળું ઊઠી ગયું છે
અનિલ ચાવડા

ચોતરફ અજવાળું ઊઠી ગયું છે;

કોઈ ઘરમાં કંઈક મૂકી ગયું છે.

મેં ચણાવી એક દીવાલ ભીતર,

કોક આ દીવાલ કૂદી ગયું છે.

તું ઊછળતી એક એવી નદી છે,

મારું જેમાં વ્હાણ ડૂબી ગયું છે.

કેમ તારામાંથી હું બ્હાર આવું?

દોરડું વચ્ચેથી તૂટી ગયું છે.

ત્યાં પતંગિયું જ બેઠું હશે હોં,

એટલે એ ફૂલ ઝૂકી ગયું છે.

ડાળ પર પડઘાય છે એક ટહુકો,

ક્યારનું પંખી તો ઊડી ગયું છે.

સ્રોત

  • પુસ્તક : સવાર લઈને (પૃષ્ઠ ક્રમાંક 57)
  • સર્જક : અનિલ ચાવડા
  • પ્રકાશક : નવભારત સાહિત્ય મંદિર
  • વર્ષ : 2012