હાથમાં કારોબાર રાખ્યો તેં

hathman karobar rakhyo ten

મનોજ ખંડેરિયા મનોજ ખંડેરિયા
હાથમાં કારોબાર રાખ્યો તેં
મનોજ ખંડેરિયા

હાથમાં કારોબાર રાખ્યો તેં:

ને મને બારોબાર રાખ્યો તેં.

એક ડગ છૂટથી ભરી શકું,

ખીણની ધારોધાર રાખ્યો તેં.

કોણ છું કોઈ દિ' કળી શકું,

ભેદ પણ ભારોભાર રાખ્યો તેં.

આંખમાં દઈ નિરાંતનું સપનું,

દોડતો મારોમાર રાખ્યો તેં.

શ્વાસ સાથે ઉચ્છવાસ દીધા,

મોતની હારોહાર રાખ્યો તેં.

સ્રોત

  • પુસ્તક : વરસોનાં વરસ લાગે (પૃષ્ઠ ક્રમાંક 279)
  • સર્જક : મનોજ ખંડેરિયા
  • પ્રકાશક : નવભારત સાહિત્ય મંદિર
  • વર્ષ : 2011
  • આવૃત્તિ : પુનર્મુદ્રણ