સંધ્યા! શું સૂરજને પરણી?

sandhya! shu surajne parani?

સાબિર વટવા સાબિર વટવા
સંધ્યા! શું સૂરજને પરણી?
સાબિર વટવા

સંધ્યા! શું સૂરજને પરણી?

કાયા છે કાં કંકુવરણી?

સૂની રાત્રે યાદ તમારી;

વનમાં જાણે મ્હેકી અરણી!

પાષાણોનાં અંતર દ્રવતાં;

ફૂટી ચાલી કોમળ ઝરણી.

આશા! આશા શું છે કહી દઉં?

ફંદામાં તરફડતી હરણી.

ઘૂંઘટ રાખે રાત ને દિવસ;

કેવી હશે લજ્જાવરણી!

ઉચ્ચ ગગન પર રણક્યાં ઝાંઝર;

નાચી ઊઠી આખી ધરણી.

'સાબિર' જેની આણ સ્વીકારે,

કોણ હશે જાદુગરણી?

સ્રોત

  • પુસ્તક : અમર ગઝલો (પૃષ્ઠ ક્રમાંક 141)
  • સંપાદક : એસ. એસ. રાહી, રાજેશ વ્યાસ 'મિસ્કીન'
  • પ્રકાશક : આર. આર. શેઠની કંપની, અમદાવાદ
  • વર્ષ : 2024
  • આવૃત્તિ : પ્રથમ આવૃત્તિ, પુનર્મુદ્રણ