શું કરીશું?

shun kariishun?

મયંક ઓઝા મયંક ઓઝા
શું કરીશું?
મયંક ઓઝા

ગુમાવી રહ્યો છું પકડ, શું કરીશું?

જીવન થઈ રહ્યું છે બરડ, શું કરીશું?

હવે નીકળ્યો છું મને શોધવા હું,

નથી કોઈ મળતાં સગડ, શું કરીશું?

તિરાડો અરીસે પડી છે કે ચહેરે?

હજુ છે ભાંજગડ, શું કરીશું?

જીવનથી છલોછલ ઘડો એક માથે,

અને માર્ગ ખાબડખૂબડ, શું કરીશું?

વળી રસ્તે વળી ઠોકર,

નથી છોડતી અકડ, શું કરીશું?

સ્રોત

  • પુસ્તક : ક્ષણોનાં પ્રતિબિંબ (પૃષ્ઠ ક્રમાંક 13)
  • સર્જક : મયંક ઓઝા
  • પ્રકાશક : સાયુજ્ય પ્રકાશન, વડોદરા
  • વર્ષ : 2025