તોરણ ગુંથાય એવા છે

toran gunthay ewa chhe

સ્નેહી પરમાર સ્નેહી પરમાર
તોરણ ગુંથાય એવા છે
સ્નેહી પરમાર

એકના બે ન થાય એવાં છે

તોય મોહી પડાય એવાં છે

હાથ ઝાલે તો એના આધારે

ઊંચે ઊડી શકાય એવાં છે

ખૂબ ટૂંકો પનો છે ચાદરનો

એ ય એમાં સમાય એવાં છે

માર્ગ કેવા છે એની જુલ્ફોના

હાથ સોનાના થાય એવા છે

એની સાથેના અણબનાવો પણ

એક તોરણ ગુંથાય એવા છે.

સ્રોત

  • પુસ્તક : યદા તદા ગઝલ (પૃષ્ઠ ક્રમાંક 35)
  • સર્જક : સ્નેહી પરમાર
  • પ્રકાશક : રંગદ્વાર પ્રકાશન
  • વર્ષ : 2015