લોભી તથા કંજુસ વિષે

lobhii tathaa kanjus vishe

દલપતરામ દલપતરામ
લોભી તથા કંજુસ વિષે
દલપતરામ

(મનહર છંદ)

વસંતની વેળા વિષે ખાખરા પલ્લવિયા ખૂબ,

ફેલાઈ રહ્યાં છે મોટાં પાન જેવા ફાફડા;

ફૂલ તો સફાઈબંધ કેસુડાંને નામ ક્રોડ,

થયા થોકે થોકે તેના ઉપર તો થાપડા;

ફાલ્યો ફૂલ્યો ખૂબ ફોગટ થૈ ફૂલ તેની,

પરિણામે ફળ તો પ્રગટ્યાં પીતપાપડા;

સુણો રૂડા રાજહંસ દાખે દલપતરામ,

બહુ આશા બાંધીને ઠગાયા સુડા બાપડા.

સ્રોત

  • પુસ્તક : દલપતરામનાં શ્રેષ્ઠ કાવ્યો (પૃષ્ઠ ક્રમાંક 36)
  • સંપાદક : ચંદ્રકાન્ત ટોપીવાળા
  • પ્રકાશક : પાર્શ્વ પબ્લિકેશન
  • વર્ષ : 2008