ખંડકાવ્ય

ખંડકાવ્ય એ સંસ્કૃત કાવ્યપરંપરામાંથી ઊતરી આવેલું સ્વરુપ છે. ગુજરાતીમાં આ સ્વરુપ કવિ કાન્ત દ્વારા પ્રતિષ્ઠા પામ્યું છે. ખંડકાવ્યમાં કોઈ વાસ્તવિક કે કાલ્પનિક કથાવસ્તુ, પ્રસંગ કેન્દ્રમાં હોય છે. નાટ્યાત્મકતા, ભાવાનુસારી છંદપ્રયોગ અને પરિવર્તન, પરલક્ષિતા અને આત્મલક્ષિતાની સપ્રમાણતા અને લાઘવપૂર્ણ અભિવ્યક્તિ આ સ્વરુપના મુખ્ય લક્ષણો છે. કોઈ એકાદ વૃત્તાંતનો ટેકો લઈને માનવસંવેદનને ઉત્કટતાથી આલેખીને જીવનદર્શન કરાવવાનો અહીં કવિનો આશય હોય છે. ગુજરાતી સાહિત્યમાં કાન્ત, નરસિંહરાવ, કલાપી, બોટાદકર, ખબરદાર, શ્રીધરાણી, ઉમાશંકર જોષી, સુન્દરમ્, સુંદરજી બેટાઈ, મનસુખલાલ ઝવેરી, ઝવેરચંદ મેઘાણી, પૂજાલાલ, પ્રજારામ રાવળ, નંદકુમાર પાઠક, રામનારાયણ પાઠક વગેરે કવિઓએ આ સ્વરૂપ ખેડ્યું છે. આધુનિક સમયગાળામાં આ સ્વરૂપ નલિન રાવળ, હસમુખ પાઠક, સિતાંશુ યશશ્ચંદ્ર, ચિનુ મોદી, વિનોદ જોશી વગેરે કવિઓ દ્વારા નવનિર્માણ પામ્યું છે.

.....વધુ વાંચો

અરદેશર ખબરદાર

સદાકાળ ગુજરાતી કવિ

ઉમાશંકર જોશી

જ્ઞાનપીઠ પુરસ્કારથી સન્માનિત ગુજરાતી ભાષાના અગ્રગણ્ય સાહિત્યકાર

કલાપી

લોકપ્રિય કવિ અને પ્રવાસલેખક

કૃષ્ણલાલ શ્રીધરાણી

ગાંધીયુગના કવિ, નાટ્યકાર તથા વાર્તાકાર

કાન્ત

ગુજરાતી ભાષાના કવિ, નાટ્યકાર, નિબંધકાર અને ધર્મચિંતક

કાશ્મલન

સાક્ષરયુગના કવિ

ગણપતલાલ ભાવસાર

જાણીતા ખંડકાવ્ય 'દશરથનો અંતકાળ'નાં કર્તા

ચૈતન્યબાળા દિવેટિયા

કવિ, વિવેચક, ચરિત્રકાર, સંપાદક અને અનુવાદક

ચંપકલાલ વ્યાસ

ગાંધીયુગીન કવિ અને વિવેચક

ચિનુ મોદી

આધુનિકયુગના મહત્વના કવિ, નવલકથાકાર, વાર્તાકાર, નાટ્યકાર અને વિવેચક

દામોદર બોટાદકર

પંડિતયુગના જાણીતા કવિ

નરસિંહરાવ ભોળાનાથ દીવટિયા

પંડિતયુગના પ્રથમ પંક્તિના કવિ, વિદ્વાન વિવેચક અને પ્રખર ભાષાશાસ્ત્રી

નલિન રાવળ

ગુજરાતી કવિ, વાર્તાકાર અને વિવેચક.

ન્હાનાલાલ દલપતરામ કવિ

કવિ, નાટકકાર, વાર્તા–નવલકથા–ચરિત્રકાર, બાળસાહિત્યકાર, અનુવાદક અને વિવેચક

પ્રેમશંકર હ. ભટ્ટ

ગાંધીયુગીન કવિ અને વિવેચક

પ્રહ્લાદ પારેખ

સૌંદર્યવાદી કવિ, ગદ્યકાર અને બાળસાહિત્યકાર

મુકુન્દરાય પારાશર્ય

ગાંધીયુગીન કવિ અને લેખક