પૂરી થઈ જાય જિંદગી

puri thai jay jindgi

વજેસિંહ પારગી વજેસિંહ પારગી
પૂરી થઈ જાય જિંદગી
વજેસિંહ પારગી

પૂરી થઈ જાય જિંદગી

પણ

પૂરી થાય પરકમ્મા

પૃથ્વીથી મોટો છે

રોટલાનો વ્યાસ

ભૂખ્યા જનો સિવાય

કોઈ જાણતું નથી

કેવડો છે

રોટલાનો વ્યાપ

સ્રોત

  • પુસ્તક : ઝાકળનાં મોતી (પૃષ્ઠ ક્રમાંક 17)
  • સર્જક : વજેસિંહ પારગી
  • પ્રકાશક : અરુણોદય પ્રકાશન
  • વર્ષ : 2022