સુરતથી કવિઓ/લેખકો

અજિત ઠાકોર

કવિ, વાર્તાકાર અને વિવેચક, 'પરિષ્કૃતિ આંદોલન'ના પ્રણેતાઓમાંના એક

અમર પાલનપુરી

ગઝલકાર, 'અમર હમણાં જ સૂતો છે' જેવી લોકપ્રિય ગઝલના કર્તા

અંબાલાલ પુરાણી

ગુજરાતી લેખક, ગુજરાતમાં વ્યાયામપ્રવૃત્તિના આરંભક અને પ્રસારક

અમીન આઝાદ

ગાંધીયુગીન ગઝલકાર

આસિમ રાંદેરી

પરંપરાના અગ્રણી ગઝલકાર. 'કંકોતરી', 'જુઓ લીલા કૉલેજમાં જઈ રહી છે' વગેરે એમની જાણીતી રચનાઓ છે.

અતિસુખશંકર કમળાશંકર ત્રિવેદી

હાસ્યલેખક, વ્યાકરણ-લેખક અને અનુવાદક, પ્રસિદ્ધ વ્યાકરણશાસ્ત્રી કમળાશંકર ત્રિવેદીના પુત્ર

બાજીગૌરી દોલતરાય મુનશી

પ્રસિદ્ધ કેળવણીકાર અને 'વનિતા વિશ્રામ' સંસ્થાના સહસ્થાપક

બકુલ ટેલર

કવિ અને પત્રકાર, 'સમીપે' ત્રૈમાસિકના સહસંપાદક

બકુલેશ દેસાઈ

સમકાલીન કવિ

બટુભાઈ ઉમરવાડિયા

પ્રથમ પંક્તિના નાટ્યકાર અને કવિ

ભગવતીકુમાર શર્મા

બહુમુખી પ્રતિભાશાળી સર્જક જેમણે નવલકથા, નવલિકા, નિબંધ, કવિતા, વિવેચન, પ્રવાસ, આત્મકથા, અનુવાદ તથા પત્રકારત્વક્ષેત્રે મહત્વનું પ્રદાન કર્યું છે.

ભાનુસુખરામ નિર્ગુણરામ મહેતા

ચરિત્રકાર અને સંપાદક

ભારતી રાણે

કવિ અને નિબંધકાર

ચંદ્રવદન મહેતા

સમર્થ નાટ્યકાર, નાટ્યવિદ્, કવિ અને આત્મકથાકાર

ચન્દ્રિકા પાઠકજી

કવયિત્રી, જયમનગૌરી પાઠકજીનાં નાનાં બહેન