દ્વારકા-દર્શન

dwarka darshan

દ્વારકા-દર્શન

સુદામાજી આવીયા દ્વારકામાં, દરશને દીનાનાથ રે,

પેરેગીરેં ખબર પોં’ચાડ્યા, દ્વાર ઊભો એક દુબળો રે.

અંગે નથી અંગરખું, ને માથે નથી મોડીયાં રે,

કછોટામાં પડ્યાં ઝીણાં કાણાં, પે’રવાને નથી પોતડી રે.

શરીર સાવ સુકાણાં એનાં, મન તો સુકાણાં એનાં રે,

આંખડીનાં તેજ તો હરાણાં, સુકાણાં એમનાં ચામડાં રે.

નામ રે સુણીને દોડ્યા ગિરધારી, ત્રિકમજીયેં લીધા એને તેડી રે,

હૈયાં હરિનાં છૂટી પડ્યાં ને આંસુડાં આવ્યાં આંખમાં રે.

અગડાં ધોશે આઠ પટરાણી ને રૂખમણી રેડે આછાં પાણી રે,

કાંગવા જમે હોંશે વા’લો. ખવરાવે રાણી રાધિકાને રે.

અમને આપોને અડધો વા’લા, રૂખમણી માગે છે ભાગ રે,

મારી પાસે કંઈ માગ્યું ધન્ય ધન્ય એના અવતાર રે;

સુદામાજી ઘેર હાલ્યા ને મન એનું કૃષ્ણની પાસ રે.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– 7 (પૃષ્ઠ ક્રમાંક 8)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (મંજુલાલ ર. મજમુદાર, પદ્મશ્રી દુલાભાઈ કાગ, બચુભાઈ રાવત, મનુભાઈ જોધાણી, હરિવલ્લભ ભાયાણી, પુષ્કર ચંદરવાકર, દુલેરાય કારણી, ચીમનલાલ ભટ્ટ, સુધાબહેન ર. દેસાઈ, પી. સી. પરીખ. હરિલાલ કા. મોઢા.
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1968