હોલા રાણા ખાંડે

hola rana khanDe

હોલા રાણા ખાંડે

હોલા રાણા ખાંડે ચોખલા,

ગોમતી ચાળે દાળ!

માને કે’જો કડલાં મોકલે,

મારાં એણલાં આયા આજ!

હોલો રાણો ખાંડે ચોખલા,

ગોમતી ચાળે દાળ!

માને કે’જો ઓઢણી મોકલે,

મારાં એણલાં આયા આજ!

માને કે’જો ઘાઘરો મોકલે.

મારાં એણલાં આયા આજ! હોલા.

માને કે’જો કડલાં મોકલે,

મારાં એણલાં આયા આજ!

માને કે’જો કાંબિયું મોકલે,

મારાં એણલાં આયા આજ! હોલા.

માને કે’જો હાંહડી મોકલે,

મારાં એણલાં આયા! આજ

માને કે’જો પારો મોકલે,

મારાં એણલાં આયા આજ! હોલા.

માને કે’જો ટીલડી મોકલે,

મારાં એણલાં આયા આજ!

હોલા રાણા ખાંડે ચોખલા,

ગોમતી ચાળે દાળ!

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો–1 (પૃષ્ઠ ક્રમાંક 240)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ઉમાશંકર જોશી, પુષ્કર ચંદરવાકર, સુધા દેસાઇ, મંજુલાલ ર. મજમૂદાર, મધુભાઈ પટેલ, લાલચંદ ધૂળાભાઈ નીનામા
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1957